FILTERS:
SORT BY:
Clear All
જ્યારે તમે કોઈને મળો, ત્યારે તમારો સૌથી મધુર અંશ જ તેમના સંપર્કમાં આવવો જોઈએ.
અતિ વાળું જીવન એક સારું જીવન નથી. તમે જે પણ એકઠું કરો તેનાથી તમારી આંતરિક સુખાકારી વધવી જોઈએ, તમે ફસાઈ જવા ન જોઈએ.
એક ઉલ્લાસપૂર્ણ જીવન જીવવું ત્યારે જ શક્ય છે જ્યારે તમે જીવનની અનિશ્ચિતતાઓ પર નૃત્ય કરી શકો.
મન, જે સૌથી મોટો ચમત્કાર છે, તે ઘણા બધા લોકો માટે દુઃખનું નિર્માણ કરતું મશીન બની ગયું છે.
જો તમે એક બુદ્ધિશાળી માણસ હોવ, તો તમને દરેક પગલે અચરજ થશે. બસ એક મૂર્ખ જ બધી વસ્તુઓ વિષે એકદમ નિશ્ચિત હોય છે.
સફળતા કોઈ સંખ્યા કે માત્રામાં નથી. સફળતા એક ગુણ છે જેની સાથે તમે જીવો છો.
એકવાર તમે એ સીમાઓને જુઓ, જેમાં તમે બંધાયેલા છો, તો તેમનાથી પરે જવાની સ્વાભાવિક ઝંખના જાગૃત થાય છે - અને તે તમારું સૌથી મોટું સૌભાગ્ય છે.
પાણી જીવનને બનાવનારી સામગ્રી છે. જળાશયોને બચાવવા એ જીવનને બચાવવું છે.
પોતાને દુઃખી કરવા એ એક અસહાય બાળકને દુઃખી કરવા જેવું છે. તમે પોતાની સાથે લડી કે પોતાનાથી ભાગી ન શકો - તમે રક્ષણ કરવામાં પૂરેપૂરાં અસમર્થ હોવ છો.
તમે જીવનમાં જે પણ કરી રહ્યા હોવ, એ કોઈને કોઈ રીતે તમે પસંદ કરેલું છે. તેને સૌથી મહત્ત્વની વસ્તુ તરીકે કરો - તે તમારું ધ્યાન બની જશે.
સંબંધો એકબીજા સાથે સુસંગત હોવા, એકબીજાનો સાથ મેળવવા કે એકબીજા પાસેથી ખુશી મેળવવા વિષે નથી. સંબંધો એક એવું જોડાણ બનાવવાની તક છે જે એક વિશાળ સંભાવના માટેનું પગથિયું બને.
જ્યારે તમે જંગલમાં સમય વિતાવો છો, ત્યારે તમે સમજો છો કે તમે બસ વધુ એક જીવન છો. જેવું તમે પોતાના માટે અનુભવો છો તેવું તમારી આસપાસના જીવન માટે અનુભવવું એ એક મોટું આધ્યાત્મિક પગલું છે.